ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને સામાન્ય જનતા પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે. જો કે મંગળવાર-બુધવારની રાતે 2 વાગ્યાની આસપાસ ભારે ભાગદોડ મચી ગઈ હતી, જેને લઈને હવે સત્તાવાર રીતે મોતનો આંકડો સામે આવ્યો છેે.
પ્રયાગરાજ: મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડ (Mahakumbh Stampede)માં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ છે. આ વાતની જાણકારી મેળા પ્રશાસન તરફથી આપવામાં આવી છે. મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 2 વાગે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી. તેની ચપેટમાં કેટલાય શ્રદ્ધાળુઓ આવી ગયા હતા. આ દુર્ઘટના બાદ કેટલીય એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
આ ભાગદોડમાં થયેલા 30 લોકોમાં એક ગુજરાતીનું પણ મુત્યુ થયું તથા મુત્યુ પામનાર કુલ 5 લોકોની હજુ ઓળખ પણ થઈ નથી કે તે કોણ છે તથા ક્યાંથી આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, ભાગદોડ બાદ અખાડા પરિષદે અમૃત સ્નાન કરવાની ના પાડી દીધી હતી. જો કે બાદમાં હાલાત સામાન્ય થતાં અખાડાએ નક્કી કર્યું કે, અમૃત સ્નાનમાં સામેલ થશે. સ્નાન માટે સંગમમાં સાધુ-સંતો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. તમામ 13 અખાડાએ અમૃત સ્નાન કર્યું હતું.
મહા કુંભમેળાનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
મહાકુંભમાં મૃતકોના પરિવારને 25 લાખનું વળતર, આપવામાં આવે તે અંગેની વાત પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલ છે.